________________ ૩ર૪ ભીમસેન ચરિત્ર - સુચનાઓ આપી એ સિંહાસન ઉપરથી ઊભું થઈ ગયે. અને રાજસભા છોડી પોતાના મહેલમાં આવ્યો - મહેલમાં આવી રાજપષાક ઉતારી સામાન્ય પવાર પહેરી લીધું. અને ઉમંગથી ઉછળતા હૈયે દોડતા આવીને તૈયાર રાખેલા અશ્વ ઉપર એક જ કુદકે સવાર થઈ ગચા એડી મારીને અશ્વને દેડવાનો સંકેત કર્યો. અશ્વ પણ સ્વામીની ઉતાવળ સમજી ગયે. તેણે પોતાની તમામ તાકાત વાપરીને એકી શ્વાસે દોડવા માંડયું. હરિપેણ ભીમસેન પાસે પહોંચે તે અગાઉ જ તેના મંત્રીઓ, મહાજનના શેઠિયાઓ, અન્ય સેનાનાયક આદિ ભીમસેન પાસે પહોંચી ગયા હતા. ભીમસેનની પાસે પહોંચી સૌએ યોગ્ય નજરાણું ધર્યું. સૌના ક્ષેમકુશળ પૂછયા. તેમના ગયા બાદ હરિપેણ કેવી રીતે બેશુદ્ધ બની ગયે, રાજકાજમાંથી તેનું મન કેવી રીતે ઉદાસ થઈ ગયું, સુરસુંદરી અને વિમલાને કેવી રીતે કાઢી મૂકયા, રાજમાં હાલ શી પ્રવૃત્તિ ચાલે છે, વગેરે અથથી ઈતિ સુધીની તમામ હકીકતેથી ભીમસેનને જાણ કરવામાં આવી. . પિતાના અનુજબંધુની દશાનું વર્ણન સાંભળી ભીમસે નની આંખમાં આંસુ આવી ગયાં. સુશીલાની આંખના ખૂણા પણ ભીના બન્યા. દેવસેન અને કેતુસેન પણ કાકાની દશા સાંભળી રડી પડયા. “તેઓ પણ હમણાં આવી જ પહોંચ્યા સમજે.' મંત્રીએ છેવટે કહ્યું , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust