________________ ૩રર ભીમસેન ચરિત્ર નહિ...નહિ...મારા વડીલ બંધુ એવા નીચ વિચારના નથી, તે મારે તિરસ્કાર કરે જ નહિ. અને ભાભી તે ખૂબ જ વિશાળ મનનાં છે. તે તો શ્રાપ દે જ નહિ. - જે હોય તે. તેમને મળતાં જ હું તેમના પગે પડીશ. આંસુથી તેમના ચરણ ધોઈ નાંખીશ. અને મારા તમામ અપરાધની શિક્ષા માંગીશ. તેઓ મને જે શિક્ષા કરશે તે હું હસતા ભાવે સહન કરીશ, આ રાજપાટ બધું જ તેમના ચરણે મૂકી દઈશ.” હરિપેણ જેમ જેમ પિતાના વડીલ બંધુ ભીમસેનને વિચાર કરતો ગયે તેમ તેમ તેનું હયું વધુ આદ્ર બનતું ગયું. તેની આંખના ખૂણા ભીના બની ગયા. ભાઈની યાદ આંસુ બનીને ટપકી પડી. એ જ સમયે દ્વારપાળે આવીને વધાઈ આપી : “રાજગૃહીના યુવરાજ શ્રી હરિશેણને જય હે. રાજન આપની આજ્ઞા હોય તો એક શુભ સમાચાર આપને આપું.” “મારે મન હવે માત્ર એક જ શુભ સમાચાર છે. અને તે મારા વડીલ બંધુ ભીમસેનના. તેમના કંઈ પણ સમાચાર લાવ્યું હોય તો જલદી કહે. બાકી બીજા કોઈ સમાચાર મારે સાંભળવા નથી. એવા સમાચાર તું રાજમંત્રીને કહે.' હરિષણ ભાઈની યાદમાં એટલે બધે ડૂબેલે રહેતા હતો કે હરહમેશ તે તેને જ વિચાર કરતો હતો. એ એટલે સુધી કે તેમના સમાચારને જ એ સમાચાર માનતો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust