________________ 316 ભીમસેન ચરિત્ર અને આજે ? વાદળ વિખેરાતાં હતાં. વાદળ આડે ઢંકાયેલો સૂર્ય તેને પ્રકાશ વેરતો હતો. ધુમ્મસ ઓછું થતું હતું. તેજસ્વી કિરણે અજવાળું પાથરતાં હતાં. અનાયાસે બધું, આપોઆપ પાછું આવી રહ્યું હતું. કંથી પાછી મળી, અલંકારો પાછા આવ્યા. શસ્ત્રો મળી ગયા, સુવર્ણરસ પણ પ્રાપ્ત થયે. અને આ અલંકારે પણ આજ પાછા મળી રહ્યા હતા ! “વાહ રે કમરાજા! વાહ! તારી લીલા અકળ છે! તારે ન્યાય અચળ છે ! તું નથી અધીકુ દેતો, નથી ઓછું દેતે !" ભીમસેન મનોમન બોલી ઊઠયે. . પણ આ અલંકારો આપની પાસે આવ્યા કયાંથી? દેવસેને કુતૂહલતાથી પૂછયું. નાના નરેશ ! એ કહેતાં મારું મસ્તક શરમથી નમી પડે છે, પરંતુ આપ સૌની સમક્ષ અસત્ય નહિ બોલું. - મારે વ્યવસાય ચોરી ને લુટનો છે. મારા તાબામાં અનેક માણસો આ કાર્ય કરે છે. ઘણા સમય પહેલાં તમે આ જંગલમાં સૂતા હતા. ત્યારે મારા માણસો એ તમારા અલંકારે ચોરી લીધા હતા. એ જોતાં જ મેં તેને સાચવી રાખ્યા. નિર્દોષો ને ગરીબોને અમે લુંટતા નથી. એ ચોરને ખબર નહિ કે તમે રાજગૃહીના નરેશ છે. ધનની લાલચથી તેણે એ કામ કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust