________________ એ જ જગલ, એ જ રાત 315 આવ્યો. આવીને તેણે સૌ પ્રથમ ભીમસેનને પ્રણામ કર્યાઃ ‘મહાપ્રતાપી, રાજગૃહીના રાજાધિરાજ ભીમસેન નરેશને મારા પ્રણામ છે.” ‘સુખી થાવ. કહે કેમ આવવું થયું છે ?" ભીમસેને આશીર્વાદ આપતાં કહ્યું. થોડું ભેટાણું આપના ચરણે ધરવા આવ્યો છું અને આપના દર્શન કરી જીવનને ધન્ય કરવા આવ્યો છું.” એમ કહી સુભદ્ર સુવર્ણને થાળ ભીમસેનના ચરણ આગળ મૂકો. એ થાળમાં મૂલ્યવાન રતને, હીરા ને સુવર્ણ અલંકારે હતાં. “અરે ! આ તે મારા જ બાજુબંધ છે ! અને આ ૨નહાર પણ મારે જ લાગે છે!” અલંકાર તરફ નજર જતાં જ મહારાણી સુશીલા બેલી ઊઠી. “એ સત્ય પણ હશે મહારાણીજી !" સુભદ્ર સત્યને સ્વીકાર કર્યો. - સુશીલાએ એ અલંકારે હાથમાં લઈ તપાસી જોયા. ભીમસેને પણ હાથ ફેરવી છે. બંનેને યાદ આવી ગયું. આ એ જ અલંકારે છે. જે આ જ જંગલમાં ચોરાઈ ગયા હતા. કર્મને કેવો પ્રભાવ! ગયું ત્યારે બધું જ એક સામટું ગયું. રડી રડીને આંખ લાલ કરી નાખી, એ મેળવવા કાયાને ઘસી નાંખી પણ ત્યારે કંઈ પાછું ન મળ્યું, તે ન જ મળ્યું ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust