________________ 256 ભીમસેન ચરિત્ર બંધને લઈ તમને અંધત્વ મળ્યું. એ કર્મ પૂરું થયું. શુભ કર્મોદય પ્રગટ ને તમને પ્રકાશ મળે. હું તો તેમાં નિમિત્ત માત્ર છું ! મારૂં તેમાં કંઈ જ નથી.” સિદ્ધપુરૂષ આનંદ અને ઉપકારના ભાવમાં આંસુ સારી રહ્યો. “રાજન ! તમે સૌ ચાલતા થાવ. હું અબઘડી એ સુવર્ણરસ લઈ આવું છું. હવે મારે કઈ જ રસને ખપ નથી. મને આમરસ લાધી ગયો છે. ચારે ચાર તુંબડાં લઈ હું હમણાં જ આવી પહોંચું છું.” એમ કહી સિદ્ધપુરૂષ દોટ મૂકી. અને સૌ ડીવારમાં રાજમહેલમાં આવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust