________________ 294 ભીમસેન ચરિત્ર માટે તલવાર ઉપાડજો. એ ઉપાડતા સમયે પણ તમે એમ જ માનજે કે તમે તમારું રક્ષણ કરવા એ લડાઈ લડી રહ્યા છો. યુદ્ધ એ આપણો મંત્ર નથી. વિજય આપણે જરૂર મેળવવો છે. પરંતુ આપણે પ્રેમનો વિજય જોઈએ છે. એ જ વિજય સારો ને અંતિમ છે.” | દેવસેન અને કેતુસેનને પણ ભીમસેન પ્રેમના પાઠ ભણાવતો હતો, તેમના દિલમાંથી એ હિંસાના સંસ્કાર ભૂંસવા માંગતો હતો. ‘દેવસેન ! તુ એક રાજાનું સંતાન જરૂર છે. પણ એ પહેલાં તું માનવ બાળ છે. તારું કુળ રાજવી ખરુ, પણ સૌ પ્રથમ તે તું માનવું છે. એ માનવનું કર્તવ્ય તું ભૂલીશ નહિ. તું રાજગૃહીનો રાજા બને પણ જે તારામાં માણસાઈ નહિ હોય, માનવતા નહિ હોય તો રાજાશાહી તારી કોઈ જ કામની નથી. માટે પ્રથમ માનવધર્મને સમજજે, એ ધર્મ સમજ્યા પછી તને રાજધર્મ સમજ અઘરા નહિ પડે.” - બંને કુમારે પિતાના પિતાની વાત ધ્યાનથી સાંભળતા હતા અને તેમના આત્માને જરા પણ દુઃખ ન પહોંચે એ * રીતે વતી રહ્યા હતા. સવાર સાંજ એકધારી દડમજલ કરતાં સૈન્યને, ગંગા નદી આવતા થોડા દિવસ માટે પડાવ નાંખવા ભીમસેને હુકમ કર્યો. - સુભટોએ જોતજોતામાં તંબૂઓ બાંધી દીધા. ઘેડાએ TITL TT_ _ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust