________________ દેવને પરાભવ 299 નિતંબને હલાવી જોયા. વક્ષ:સ્થળને નચાવી જોયા. ધીરે ધીરે વસ્ત્રો ઓછા કરી નાખ્યાં અને મુક્ત મને અસરા નાચી. ખૂબ નાચી. અંગેઅંગ શિથિલ થઈ જાય ત્યાં સુધી નાચી. સાથે સુરીલું સંગીત તો ચાલુ જ હતું. હવામાંથી માદકતા તો વહેતી જ હતી, અને નૃત્ય પણ ગતિમાં વેગ પકડતું જતું હતું. યૌવન હતું, એકાંત હતું, તન અને મનને તરબતર કરી મૂકે એવું વાતાવરણ હતું, ભેગ ને વિલાસનું ઈજન હતું. ભીમસેન ઉદાસભા બેઠો હતો. અને સામે અપસરા નૃત્ય કરી રહી હતી. પતન માટેની સઘળી સામગ્રી સજજ હતી. કોઈ રોકનાર ન હતું. કેઈજોનાર ન હતું. મન ભરીને ભગવાય એવી અનુકૂળતા હતી. પુરુષ હતો. સ્ત્રી હતી. યૌવન હતું. સૌન્દર્ય હતું. વિકાર હતા. વિહવળતા હતી. ' ખામી માત્ર ભીમસેનની હતી. તે તૈયાર ન હતે. તેનું મન સ્વસ્થ હતું. તેનું યૌવન શાંત હતું. લડાઈ એક પક્ષની હતી. સામાને ભીમસેનને હરાવવો હતા, પરંતુ ભીમસેન લડવા જ તૈયાર ન હતો. એ પામી ગયે હતો. આ માયા છે, કોઈ દેવની કપટજાળ છે. પિતાની પરીક્ષા લેવા આ બધું તે કરી રહ્યો છે. નબળે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ભાન ભૂલી ગબડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust