________________ ન દેવને પરાભવ 309 જ તને બોલાવી છે. બેન સાથે એવો કોઈ વિચાર કરે તે પણ મહાપાપ છે. | તું સુખેથી મારા રાજમહેલમાં રહે છે. એક ભાઈની જેમ હું તારું સન્માન કરીશ. તને કોઈ પણ વાતે દુઃખ = નહિ પડવા દઉ. ઊઠ, ઊભી થા! જે બન્યું તેને ભૂલી જા. ધર્મનું - સેવન કર. આત્માને તારો ગણું. દેહની મમતા છોડી દે, અને આ ભવમાં એવી ઉત્કટ સાધના કરી લે કે ભવાંતરમાં ય કદી આ પ્રસંગ તને ન સાંપડે.” - યુવતીના કોચલામાં બેઠેલે દેવ તો આ સાંભળીને ઠરી જ ગર્યો. તેને મનોમન પસ્તાવો થવા લાગ્યું. તેણે પિતાની માયા સંકેલી લીધી. અને અસલ દેવ સ્વરૂપે હાથ જોડીને ભીમસેનની સામે ઊભે રહ્યો. “ધન્ય ભીમસેન ! ધન્ય! તારા સત્યવ્રત ઉપર ને તારા સ્વદારા વ્રત ઉપર હું ખુશ થયે છું. તારી મેં ઘણી કસોટી કરી. પણ તું જરાય ચલિત ન થ. માગ, માગ. જે માગે તે તને આપું.” દેવે ખૂશ થઈ કહ્યું. “મારા ધનભાગ્ય કે મને આજ દેવના દર્શન થયા. તમે માંગવાનું કહે છે તે બસ આટલું જ માગુ છું, રીતરાગના ધમ ઉપર મારી બુદ્ધિ સદાય માટે સ્થિર રહો.’ બીજા કંઈપણ પ્રભનમાં તણાયા વિના ભીમસેને કહ્યું. દેવે છેવટે તેને દિવ્ય વસ્ત્રો ને હાર ભેટ આપ્યા. ને અદશ્ય થઈ ગયો. ભીમસેન પણ કર્મની લીલાને વિચાર કરતો પિતાના તંબૂમાં આવ્યું ને સૂઈ ગચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust