________________ ગાગે 312 ભીમસેન ચરિત્ર આ સેનામાં કંઈ હજારો સુભટો જોડાયા હતા. પરિચારકો પણ હતા. પાકશાસ્ત્રીઓ હતા. બાંધકામના જાણકાર કુશળ કારીગરો પણ હતા. આમ અનેક માણસોના સથવારા સાથે ભીમસેન રાજગૃહી તરફ જઈ રહ્યો હતો. ' હાથી, ઘોડા, બળદો, રથ, ગાડા વગેરેની પ્રચંડ સામગ્રી હતી. જ્યાં જ્યાંથી એ સૌ પસાર થયા, ત્યાં ત્યાંના રસ્તા ધૂળના ગોટથી ઉભરાઈ જવા લાગ્યા. અનેક ગામ, નગર, પુર અને પાટણમાં થઈ આ સૈન્ય પસાર થવા લાગ્યું. ગામેગામના નગરજનોએ ભીમસેનનું સ્વાગત કર્યું નગરશ્રેષ્ઠીઓએ પણ તેને અનેક ઉપહાર ભેટ ધર્યા. કુમારીકાએએ ભીમસેન, દેવસેન અને કેતુસેનને કુંકુમ તિલમ કર્યા. સુહાગણેએ વિજયનાં ગીત ગાયાં. ગ્રામજનોએ ગગન ચીરતા અવાજે ભીમસેનના ઠેર ઠેર જયનાદ કર્યા. દડમજલ ચાલુ જ રાખી. ન છૂટકે કયાંક કયાંક સેનાએ પડાવ નાંખે. તે પણ એક બે દિવસ પૂરતો જ. કૂચ વણથંભી ચાલુ જ રહી. રાજગૃહી હવે કંઈ બહ કર ન હતી, જયાંથી સેના પસાર થઈ રહી હતી, ત્યાંથી તે રાજગૃહી વચ્ચે માત્ર એક ગાઢ જંગલ જ આડે હતું. એ જગલ વટાવ્યું કે સીધા રાજગૃહીના પાદરે. દેવસેન ! આ જગલને ઓળખે છે તું ?" ભીમસેને પૂછયું. ના કેમ ઓળખું પિતાજી! અહી જ તો આપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust