________________ એ જ જંગલ, એ જ રાત * 31 * શસ્ત્ર સજજ બનેલા આ યુવાનોને કઈ જુએ તો એ માની પણ ન શકે કે એક દિવસ આ જ યુવાનો જગલની મધરાતે ભૂખથી ૨ડતા હતા. પૂરેપૂરું યૌવન બંનેની દેહયષ્ટિી ઉપર ઝગારા મારતું હતું. વદન ઉપર વીરશ્રી ચમકતી હતી. -બીડાયેલા હોઠ સત્તાનું સૂચન કરતા હતા. બંને પૂરી તૈયારી કરી ભીમસેન પાસે આવ્યા. પિતાજીને પ્રણામ કર્યા, તેમનો ચરણ સ્પર્શ કર્યો, આશીર્વાદ લીધા. પિતાને પ્રણામી મા સશીલાને પણ વંદન કર્યો. તેના અંતરની આશિષ લીધી અને એ વિધિ પતાવી બંને સફેદ અશ્વો ઉપર સવાર થયા. : ભીમસેન પણ આગળ પ્રયાણ માટે ઝડપથી તૈયાર થઈ ગયે. તે પણ અશ્વ ઉપર બેઠે. સૌથી આગળ તેણે પોતાને અશ્વ ઊભો રાખ્યો. તેની પાછળ બંને રાજકુમારના અ ગોઠવાયો. અને એ સૌની પાછળ આખી સેના ચાલવા લાગી. ભીમસેને પિતાના અશ્વને ડચકારે કર્યો. અવે સ્વામીની આજ્ઞાને સ્વીકાર કર્યો. અને ધીમે ધીમે ચાલવા માંડયું. સેનાએ બુલંદ અવાજે ઘેષણ કરી : “મહારાજાધિરાજ રાજગૃહી નરેશ ભીમસેન જય. ‘મહાપ્રતાપી દેવસેન કુંવરને જય હે.” નર બંકો કેતુસેન કુંવરને જય હે.” ભીમસેને એ સમયે નવકાર મંત્રનું સમરણ કર્યું. મનોમન ભાવથી તેણે પંચ પરમેષ્ઠિને નમસ્કાર કર્યા અને કૂચનો પ્રારંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust