________________ દેવને પરાભવ 307 ત્યાં જ મેં બે મર્મભેદન ચીસ સાંભળી. મેં ડરતાં કરતાં ઉપર નજર કરી તો બંનેનાં માથાં ધડથી જુદાં થઈ ગયાં હતાં. અને લેહીને કુવારે હવામાં ઊડી રહ્યો હતો. મારા ગળામાંથી ચીસ નીકળી ગઈ. હું બેશુદ્ધ બની ગઈ. થોડીવારે ભાનમાં આવીને જોયું તે ઉપર ગગનમાં કાઈ નહતું. હું બેબાકળી બની ગઈ. જયાં તેમનું લેહી છેટાયું હતું ત્યાં દોડી ગઈ. પરંતુ ત્યાં તો કોઈની ય લાશ દેખાતી ન હતી. હું પાગલ બનીને ગંગા નદીના કિનારા આગળ દેડી ગઈ. દૂરથી જોયું તે બે ધડ ને બે અલગ માથાં ગંગાના તરંગે ઉપર તરી રહ્યાં હતાં. હું ત્યાં પહોંચું તે પહેલાં તે એ મારી નજર બહાર જતાં રહ્યાં. બસ, ત્યારથી મારું હૈયું હાથમાં નથી. મારા શોકને કઈ પાર નથી. મારું દુઃખ હોય તો હવે એક જ છે. મારી ભરવાની હું એકલા એકલા કેવી રીતે જીરવી શકીશ? લગ્ન જરૂર કર્યા છે, પણ મેં હજી મારા પતિને સ્પર્શ સુદ્ધા પણ નથી કર્યો. હજી હું અક્ષત યૌવના જ છું. શું મારું યૌવન આમ અકાળે જ મુરઝાઈ જશે ? . જિંદગી અને જવાનીના આનંદ હું હવે જરાય માણું નહિ શકું ? નહિ નહિ..મારાથી એ દુઃખ જરાય સહન થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust