________________ 306 ભીમસેન ચરિત્ર સ્વયંવરમાં અનેક વિદ્યાધરે આવ્યા હતા. પરંતુ મારું મન ચિત્રવેગ ઉપર મોહ પામ્યું અને મેં મારી વરમાળ તેમના ગળામાં આરોપણ કરી. ત્યારે મને શી ખબર કે મારું લગ્ન માત્ર લગ્ન જ . રહેશે ? એ સ્વયંવરમાં ભાનવેગ નામને વિદ્યાધર પણ આવ્યા હતા. મને જોઈને તે મારા પ્રેમમાં લુબ્ધ બન્યો હતો. તેને એમ કે હું તેના ગળામાં વરમાળ આરોપીશ. ભર્યા સ્વયંવર વચ્ચે તેણે એ પ્રમાણેની ચેષ્ટાઓ પણ કરી જોઈ. પરંતુ મારું મન તો ચિત્રવેગ ઉપર ઢળી પડયું હતું. આથી મેં તેને છેડી ચિત્રવેગને વરમાળા પહેરાવી. ભાનુવેગથી આ સહન ન થયું. તેણે તરત જ મારું અપહરણ કર્યું. અને મને લઈ ભાગવા માંડશે. મારા સ્વામીનાથ પણ તેની પાછળ દોડયા. ખૂબ અંતર કાપ્યા બાદ ચિત્રવેગે અમને બંનેને પકડી પાડયા. ભાનુવેગે મને પડતી મૂકી ચિત્રો સાથે હાથે હાથની લડાઈ આરંભી દીધી. હું તો ભયથી નખશીખ ધ્રુજી રહી હતી. ધરતી ઉપર પડેલી હું ઊંચે ગગનમાં બંનેને લડતા જઈ રહી. બંને વચ્ચે ભયાનક લડાઈ જામી. બંનેએ મંત્ર વિદ્યાથી શસ્ત્રોની લડાઈ પુરજોશમાં આરંભી દીધી. મારાથી ચીસ નંખાઈ ગઈ. પણ મારું સાંભળે કોણ? બંને ખૂબ જ ખુન્નસથી એકબીજાને પરાસ્ત કરવા મથી. રહ્યા હતા. શાસ્ત્રોના તીર્ણ ઘાથી તેમનું રૂધિર ધરતી ઉપર ઢળી રહ્યું હતું. મારી તે કોઈ બુદ્ધિ કામ નહોતી કરતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust