________________ ભીમસેન ચરિત્ર 302 દેવ સમજતે હતો, માનવી જ્યારે ધર્મસંકટમાં મુકાય છે, ત્યારે તેના માટે કયું શ્રેષ્ઠ એ પસંદ કરવું અઘરું બને છે. કારણ બંનેમાં ધર્મ હોય છે. એકમાં આત્મધર્મ જોવાને હોય છે, જ્યારે બીજામાં દયાધર્મ. કોને વહાલો કરશે ? દયા ધર્મને કે આત્મધર્મને? દેવે ભીમસેનને ધર્મસંકટમાં ઉતારવાને ઘાટ ઘડચો. ભીમસેન સુખની ઊંઘ લઈ રહ્યો હતો. મધ્યરાત્રિ તેની સત્તા જમાવી રહી હતી. સૌ જપીને ગાઢ નિદ્રા લઈ રહ્યા હતા. સઘળું જગત શાંત હતું. ઉપાધિ ને ઉપદ્રવો નિદ્રાના આંચલમાં ઢબુરાઈ ગયા હતા. એ સમયે ઝીણે ને કરુણ સ્વર હવામાં ગૂંજી ઊઠ. સ્વરમાં ભારોભાર લાચારી હતી. ઝીણે ને તીણ સ્વર હતે. એથી એમ લાગતું હતું કે કોઈ દુ:ખી ને સંત નારી અંધારી રાતે પોતાનું દુઃખ રડી રહી છે. એ સ્વર ધીમે ધીમે ઘેરે બનતો ગ. શોકનો અવાજ તેમાં ભળતો ગો. સાંભળનારનું હૈયું દ્રવી જાય તે ભારોભર તેમાં વિલાપ હતો. હૈયાને ચીરતો એ કરુણ સ્વર ભીમસેનના કાને અથડાયે. તેની આંખ ખુલી ગઈ. તેણે કાન સરવા કર્યા. અવાજ વધુ ને વધુ સંભળાવા લાગે. - “અરે ! આ મધરાતે કેણ રડી રહ્યું હશે ? કયા દુખે એ આનંદ કરી રહ્યું હશે ? અવાજ પરથી તો લાગે છે કે કોઈ સ્ત્રી રડી રહી છે. કોણ હશે એ ? કયાં હશે એ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust