________________ 300 ભીમસેન ચરિત્ર પડે એવું વાતાવરણ હતું. પણ ભીમસેન વીર હતો અને આ વીરતા માત્ર હષ્ટપુષ્ટ શરીરની જ ન હતી. સંસ્કારથી પણ તે વીર હતે. . તેની આંખો ખુલી હતી, પરંતુ એ આંખમાં વિકાર ન હતો. વાસના ન હતી. એક ઘેરી ઉદાસી ત્યાં સળવળતા હતી. એક તટસ્થ પ્રેક્ષક બની એ અસરાનું નૃત્ય નિહાળી રહ્યો હતો. અસરા આખર થાકી અને ઢગલો થઈને એ ધરતી ઉપર ઢળી પડી. ભીમસેન ઊભો થયો. તેણે પોતાની શાલ તેને ઓઢાડી અને ત્યાંથી ચાલી પિતાની શિબિકા–તંબૂમાં આવ્યો. : સૌ પ્રથમ તેણે ઠંડા પાણીએ સ્નાન કર્યું. શીતળ જલની છાલકે વડે આંખને બહારથી બરાબર સાફ કરી નાંખી. જે ખુલ્લી આંખે તેણે અસરાનું વિલાસી નૃત્ય જોયું હતું એ આંખમાંથી તે દશ્ય તે ભૂંસી નાખવા માંગતો હતો. આથી તેણે બરાબર ખેને સાફ ને સ્વચ્છ કરી. દેહશુદ્ધિ કરી તેણે આત્મશુદ્ધિ કરવા માંડી. શુદ્ધ ને સ્વચ્છ કપડાં પહેરી તે સામાયિક લઈને બેઠે. મન છે, જાણે અજાણે પણ તે અશુભ સંસ્કાર ઝીલી લે. નૃત્ય વખતે પોતે મન ઉપર સખ્ત ચેકી પહેરો મૂક્યું હતું. તેને જરાય આડું અવળું કે ઊંચુંનીચું થવા દીધું ન હતું, છતાંય કયાંક કરતાં કયાંક પણ તેની ઝીણી અસર રહી ગઈ હોય તે? દુશ્મનનો તે ઉગતા જ નાશ કરવો સારો અને આ તે વળી આંતરિક દુશ્મન. પ્રેમથી પેટમાં પેસે ને પછી પગ T TTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust