________________ 298 ભીમસેન ચરિત્ર રહ્યો હતો. તેની ખૂબ જ નજદીક આવીને એક અપસરાએ પિતાનો પાલવ ભીમસેનના મુખારવિંદ ઉપર ફેરવ્યું. - ભીમસેનની આંખ ખૂલી ગઈ. સામે જોયું તો સાક્ષાત્, રંભા તેને આહવાહન કરતી ઊભી હતી. તેના હાથમાં સૂર પાત્ર હતું અને એ પાત્ર ધરીને ઊભી રહી હતી. ભીમસેને સ્વસ્થતાથી પૂછયું: “કોણ છે તમે ?" તમારી જનમજનમની પૂજારણ છું.' સ્વર ટહૂકી ઊઠો. બેલતી વેળાએ અસરાએ મૃગનયનોને એક માદક ઈશારો કર્યો. પૂજા વીતરાગની કરે, હું તો પામર છું.” - “મારે મન તે તમે જ મારા વીતરાગ છે. આવે, ઊભા થાવ. માર અર્થે સ્વીકારે.” પિતાના અંગને મરેડ લેતાં અસરાએ કીધું. ભીમસેન મૌન રહ્યો. તેને આ સ્ત્રી વાચાળ લાગી. તે ઝાઝી ચર્ચામાં ઉતરવા માંગતો ન હતો. તેણી તેની ઉપેક્ષા કરી અને ઉદાસીનભાવે બેસી રહ્યો. અસરાએ ઝાંઝરનો ઝણકાર કર્યો. પિતાના કેશકલાપને અજબ રીતે ઉછાળે. કમળની કુમાશથી પણ ચડે એવી પાનીને ધરતી ઉપર તાલબદ્ધ રીતે પછાડી. યૌવનનું નૃત્ય આરંક્યું. વાસનાનો ઉત્કટ નાચ કર્યો. કમનીય દેહલતાના અંગેઅંગને હચમચાવી નાખ્યું. આંખના ઈશારા કરી જોયા. હેઠેના વળાંક વાળી જોયા. કટપ્રદેશને મરેડ લઈ ચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust