________________ 296 ભીમસેન ચરિત્ર સ્થળે ઘેઘૂર આમ્રઘટાની તળે આરામથી પડ હતો. ઘણી લાંબા સમયે તેને આવી નિરાંત ને શાંતિ મળ્યાં હતા. પ્રિવાસનો થાક તે તેને પણ લાગ્યો હતો. પરંતુ તેના વદન ઉપર જરાય કંટાળે કે વ્યગ્રતા જણાતી ન હતી. સ્વસ્થ ચિરો ને પ્રફુલ્લ મને એ મંજરીને નિહાળી રહ્યો હતો. લીલી લીલી હરિયાળી જોતાં તેના તન અને મન બંનેને ટાઢક વળતી હતી. . . . એ જ સમયે પિલા દેવતાએ પિતાની માયાજાળ ઊભા કરી દીધી. . . . . વાતાવરણને તેણે એકદમ સુગંધમય કરી નાખ્યું. મન ભરાઈ જાય એવી સોડમ હવામાં પ્રસરી ઊઠી, શીતલ હવા, સુગંધી હવા. ભીમસેનને મનમયૂર હરખાઈ ઊઠ. મળતા બળતા બપરમાં આ હવા તેને ભાવી ગઈ. - ત્યાં તો ભીમસેને હવામાં કયાંક સંગીતનો સૂર ઘૂંટાતા જે. વીણાના તારનો ઝીણે રવ કયાંક ગૂંજી રહ્યો. સંગીત ધીમે ધીમે મત્ત ને મદીલું બનતું ગયું. હવામાં ઊડતા તેના તરંગો અસર કરવા લાગ્યા. કયાંકથી દોડતા દોડતા ઢેલને મોર આવી પહોંચ્યાં. મોરે નૃત્ય શરૂ કર્યું. પોતાની કળાનો વિસ્તાર કર્યો, અને ઢેલને જોઈ આનંદથી કૂદવા લાગે. ભીમસેન જે આમ્રવૃક્ષ નીચે સૂતો હતો, તેની ડાળ ઉપર શુક અને શુકી આવીને બેસી ગયાં. એકમેકની ચાંચ મોંમાં લેવા ગયાં. શરીર સ્પર્શના કરવા લાગ્યા. આ તો દેવી માયા ! નશીલું સંગીત ને મદીલી હવા! પંખી-જગત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust