________________ દેવને પરાભવ 295 ઉપરથી જિન ઉતારી નાંખ્યા. ખભા ઉપર બાંધેલા ધનુષ્ય બાણ સુભટોએ કાઢી નાંખ્યા. કેડ ઉપર લટકાવેલી તલવાર ન કટાર પણ બાજુ ઉપર મૂકી દીધાં. અને સૌ મુકત મને ત્યાં પ્રવાસનો થાક ઉતારવા આનંદથી વિહરવા લાગ્યા. ભીમસેનન તંબૂ સૌથી અલગ બાંધવામાં આવ્યા હતા. તેના તંબૂથી થોડે જ દર એક ઉપવન હતું. એ ઉપવનમાં કોયલ ટહૂકા કરી રહી હતી ને પપૈ પિયુ પિયુ બેલી રહ્યો હતે. જાર્વતી અને જાસુદના ફુલની સુવાસથી હવા મઘમઘી રહી હતી. યૌવનને હિલોળે ચડાવે એવી રમ્ય સૃષ્ટિ ત્યાં વિસ્તરેલી હતી. ભીમસેન માટે આ સૃષ્ટિ આત્માના આનંદ માટે પોષક હતી. તે માનતો હતે વાસના અને વિકાર તે માનવીના મનમાં છે પદાર્થ તે જડ છે. મન તેમાં વાસનાની કલ્પના કરે તો જ એ પદાર્થ દેહને ઝણઝણાવે. બાકી જડની તે શી તાકાત છે કે તે ચૈતન્યને ચંચળ કરે ? ભીમસેનના આ આંતર–સૃષ્ટિની પેલા દેવને શી ખબર ? એને તે આ તક ઉત્તમોત્તમ લાગી. - બપોરનો સમય હતો. તાપથી ધરતી શેકાઈ રહી હતી. સૌ કોઈને શીતળ છાંયમાં સૂઈ જવાનું મન થાય એવી બહાર અગનઝાળ વરસતી હતી. પાસે જ નદી–કિનારો હતો અને પાસે જ વનનિકુંજે હતી. સૌ મનફાવે ત્યાં જઈને આરામ લઈ રહ્યા હતા. ભીમસેન પણ સૈન્યની વસ્તીથી થેડે દૂર એક એકાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust