________________ દેવને પરાભવ 293 યુદ્ધ તેને કરવું ન હતું અને કોની સામે યુદ્ધ ? પોતાના જ નાના ભાઈ સાથે ? જમીનના થડા ટુકડા માટે શું નિદોંધાનાં માથાં વધેરવાનાં ! અનેક સેહાગણનાં કંગન તાડવાનાં ? નાના બાલુડાંઓને તેમના બાપથી વિખુટા પાડવાનાં? નહિ, નહિ. એવી હિંસાથી મળતું રાજ નકામું છે અને– કોની હાયથી મળેલ એ વિજય ગોઝારે છે. ભીમસેનનું આંતર મન તો અહિંસાને જ વિચાર કરી રહ્યું હતું. તે તો પ્રેમ યુદ્ધમાં જ મશગુલ હતુ. પ્રેમથી જે ભગવાન મહાવીરે ચંડકૌશિકને વશ કર્યો, તો શુ પતે પ્રેમથી પોતાના જ સગા ભાઈને વશ નહિ કરે ? ન કરી શકે તે પોતાનો પ્રેમ એટલે અધૂર, બાકી પ્રેમની તાકાત અમાપ છે, અપૂર્વ છે. ભલભલા કટ્ટર દુમનો પણ તેની નજર પડતાં ગળે વળગી આનંદ માણે છે. ભીમસેનનું મન આમ પ્રેમ અને શૈરમાં અટવાયેલું હતું. તેનું અંતર વધુ પ્રેમ તરફ જ ઢળેલું હતું. કારણ કે તેના ભાઈને દુશ્મન નહોતે માનતો. પિતાનાં અશુભ કર્મનું એ તો નિમિત્ત હતું. આથી જ પિતે પ્રચંડ સેના ની આગેવાની લીધી હોવા છતાં પણ સેનાની આંખમાં જે યુદ્ધની આગ ભડકતી દેખાય છે. તેવી આગ તેની આંખમાં જણાતી ન હતી. ત્યાં તે નરી કરુણા જ છલકાતી હતી. સેનાને પણ તેથી તેણે સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. કોઈને પણ રંજાડશે નહિ, ઘાસના તણખલાને પણ ઉખેડશે નહિ. તમારે કોઈ સામનો કરે તે જ તમે તમારા રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust