________________ 260 ભીમસેન ચરિત્ર કઈ તેમને રોકટોક કરનાર ન હતું. માતાની મમતા પિતાનું વાત્સલ્ય એક સાથે બંને ઉપર ઘણા વરસે ઢળી રહ્યું હતું. મેજમાં આવીને તેમાં રમતાં હતાં. રમતાં થાકી જતાં ત્યારે ત્યાં ને ત્યાં જ તેઓ ઊંઘી જતાં. ઘણું વરસે ભીમસેનના સંસારે આમ સુખને શ્વાસ લીધો. ત્રીજા દિવસની બપોરે સૌ ભીમસેનને વીંટળાઈને બેઠા હતા. સુશીલા ને સુચના પણ ત્યાં હાજર હતાં. દેવસેન અને કેતુસેન પણ તેનાથી થોડે દૂર હાથી–ઘોડાની રાજરમત રમતાં હતાં. - “વિજયસેન ! જોયું ને અશુભ કમેને ઉદય હોય છે, ત્યાં સુધી માનવી સુખનો શ્વાસ પણ લઈ શકતો નથી. દુઃખના ભારમાં એ દિન પ્રતિદિન કચડાતો જ જાય છે. અને એ જ અશુભ કર્મો જ્યારે પૂરાં થાય છે ને શુભ કર્મોને ઉદય થાય છે, ત્યારે સુખ આવતાં પણ સમય નથી લાગતું. સુખ દુઃખનું ચક્ર આમ નિરંતર ગતિ કર્યા જ કરે છે. સુખ પણ સ્થાયી નથી ને દુઃખ પણ સ્થાયી નથી. બંને અસ્થિર પણે ઘૂમ્યા જ કરે છે. ન જાણે અમે પૂર્વ ભવે કેવાય નિકાચિત ને અશુભ કર્મો બાંધ્યાં હશે, તે આ ભવે આજ અમારી આ અવદશા થઈ ! અને અમારાં એ જ કર્મો પૂરાં થતાં અમને બધું જ પાછું મળવા લાગ્યું છે. નહિ તે કંથા ગઈ ત્યારે ને સુવર્ણરસ છીનવાઈ ગયે ત્યારે હું એટલો બધો હતાશ થઈ ગયો હતો, કે મૃત્યુ કરતાં પણ મને જીવન વધુ દુષ્કર ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust