________________ 274 ભીમસેન ચરિત્ર પોતાના સ્વામીને ખૂબ જ વ્યગ્ર ને વ્યથિત જોઈ સુશીલાએ જ પૂછયું : આજ કાલ આપ આમ આટલા ઉદાસ કેમ જણાએ છે ? શુ તપને લીધે કંઈ આપને અશાતા તો નથી જણાતી ને ?" ના, દેવી ! તપના પ્રભાવથી તે મારા તમામ પરિતાપ ઉપશમ પામ્યા છે. મારી ઉદાસી તો આ કળશ લઈને છે. શું આ નગરમાં કોઈ વિશુદ્ધ શીલવતી નારી જ નથી ? ભીમસેને ચિંતા વ્યકત કરી. ના. એવું તો ન જ બને. પણ એવાં ઝેરનાં પારખાં કોણ કરે?” સુશીલા સ્ત્રી હતી. સ્ત્રીની શરમ ને સ્ત્રીને ભયને એ જાણતી હતી. આથી જ તેણે કહ્યું : “પણ કંઈ વાંધો નહિ. હું દેવસેન અને કેતુસેનને લઈ કાલે મંદિર પ્રવેશ કરીશ. જગત પણ ભલે જાણી લે કે રાજગૃહી નરેશની પત્ની સતી છે કે અસતી. ના દેવી! ના. એવું ન બોલે. તમે તે સતી જ છે. મને પૂરેપૂરી શ્રદ્ધા છે. તમારા પ્રવેશથી જરૂર એ કળશ સ્થિર થઈ જશે.” ભીમસેને શ્રદ્ધાથી કીધું. મારું એ અહેભાગ્ય છે કે આપને મારા પર એવી શ્રદ્ધા છે. પરંતુ એ શ્રદ્ધાને મારે આ કસોટીએ ચડાવવી જ રહી.” સુશીલાએ દઢતાથી કીધું. બીજે દિવસે તો સારા ય નગરમાં આ વાત પ્રસરી ગઈ જિનાલય આગળ તે માનવ મહેરામણ ઉમટ હતા. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust