________________ 286 ભીમસેન ચરિત્ર જરૂરથી અન્યાયનો સામનો કરીશું. પણ આ માટે તમારે | ડી રાહ જોવી પડશે. ગુપ્તચરને ત્યાંના સમાચાર લઈ આવવા દે. એ આથી જ આપણે અહીંથી પ્રયાણ કરીશું.' ભીમસેને કુમારોને પ્રેત્સાહન આપ્યું. - બીજે જ દિવસે વિજયસેનના બાહોશ ગુપ્તચરે રાજગૃહ તરફ જવા ઉપડી ગયા. થડા માસ બાદ એ ગુપ્તચરે પાછા ફર્યા. અને રાજ ગૃહી નરેશ શ્રી હરણની પૂરેપૂરી વિગતથી ભીમસેન અને વિજયસેનને વાકેફ કર્યા. તેમણે જણાવ્યું: રાજગૃહી આજ નધણીયાત જેવી બની ગઈ છે. ત્યાંનું તમામ કામકાજ વિશ્વાસુ મંત્રીએ જ ચલાવે છે. હરિફેણનું મન રાજકાજમાંથી સાવ ઊઠી ગયું છે. ભીમસેનને ભગાડયા બાદ હરિ પેણને પસ્તાવો થવા લાગ્યા. પિતાથી એક મહાપાપ થઈ ગયું છે એવી બળતી ભાવના તેમના દિલમાં સતત સળગવા લાગી. અરેરે ! હું કયાં સ્ત્રીના ફંદામાં ફસાઈ ગયો? હે ભગવાન ? હવે મારું શું થશે? પિતાતુલ્ય એવા મોટાભાઈને રાતેરાત ભગાડીને મેં શું મેળવ્યું? - હાય ! આજ તેઓ ક્યાં હશે? સદાય સુખ ને આનંદમાં રહેતા એવા મારા પૂજ્ય ભાભીની આજ શું દશા હશે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust