________________ સજે શસ્ત્ર શણગાર 281 શે ? મારા ઉપર તમારો આટલે ભાવ છે એ જ મારે મન ઘણું.” ભીમસેને માધ્યસ્થતા બતાવી. ખરી વાત છે તારી. પણ ભીમસેન ! તું એ તો કહે, ત્યાં તે એક વરસ કયું શું ?" ન છૂટકે મામાના આગ્રહથી ભીમસેને એ બધી વાત કહી. અરિજય એ વાતના એક એક શબ્દ આંસુ સારી રહ્યો હતો. છેવટે જ્યારે ભીમસેને શસ્ત્ર ગુમાવ્યાની વાત કરી, ત્યારે તેનાં આંસુ અટકી પડયાં. તેની આંખ માં ગુસ્સો સળગવા લાગ્યા. એ શેઠની આ હિંમત ? મારે તેને શિક્ષા કરવી પડશે. અજાણ્યા પરદેશીઓને આ રીતે લૂંટનાર દેશવાસીઓને તો સખ્ત શિક્ષા કરવી જોઈએ.” અરિજય બોલી ઊઠે. નહિ મામા ! એ શેઠ તો પારિતોષકને પાત્ર છે. મારા ઉપર તેમને અનહદ ઉપકાર છે. તેમણે મને એ એક વરસ આશરો ન આ હોત તો ન જાણે તમારા નગરમાં મારું શું થાત?” ભીમસેને કરુણા બતાવી. એ જ સમયે દ્વારપાળે આવીને સમાચાર આપ્યા : પ્રતિષ્ઠાનપુરથી એક કેષ્ઠિ આવ્યા છે અને તે રાજગૃહી નરેશ શ્રી ભીમસેનને મળવા માંગે છે.” “આદરથી તેમને અહીં લઈ આવ.” ભીમસેને આજ્ઞા કરી. આવનાર શેઠને દૂરથી જોતાં જ ભીમસેન સિંહાસન ઉપરથી નીચે ઉતર્યો. એ શેઠને સામે જઈ તેનું સ્વાગત કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust