________________ 270 સજો શસ્ત્ર શણગાર - આ અવાજને રણકે, તે બોલવાની ભીમસેનની ઢબ અરિજય ઘડી જોઈ જ રહ્યો. તેના આંતરમનમાં કંઈક ખળભળાટ થશે. તેને થયું “આ ભીમસેનને મેં કયાંય જોવે છે. પણ કયાં જે હશે ?" અરિજ પિતાની યાદદાસ્તને સંકોરી જોઈ અને થોડું યાદ તે આવવા લાગ્યું. કૃશકાય, દીન અને પ્લાન ભીમસેનની તેને ઝાંખી તે થઈ. પણ એ જ ભીમસેન હશે કે કેમ? તે અરિજય નકકી ન કરી શકશે. - મામાને વિચારમાં પડેલા જોઈ ભીમસેને પૂછ્યું : મામા ! શું ઊંડા વિચારમાં પડી ગયા? કુશળ તો છો ને?” - “ભીમસેન ! મેં તને કયાંક પ્રથમ જોયો હોય તેવું લાગે છે. પણ કયાં તે યાદ આવતું નથી.” અપિંજયે પોતાની મુંઝવણ કહી. તેમાં શું યાદ કરવાનું હતું, મામા રાજગૃહીમાં મને હશે.” ભીમસેને અસલ વાત છુપાવી મજાક ભર્યા સ્વરે કહ્યું. : “રાજગૃહી છેડ્યા પછી તને કયાંક જોર્યો છે. એ તું જ હશે કે બીજો કોઈ એ નકકી નથી કરી શકતો. પણ બરાબર તારા જેવું જ મોં હતું. બલવાની ઢબ પણ તારા જેવી જ હતી. ફરક હોય છે એટલે જ માત્ર હતો. એ માણસ સાવ નિસ્તેજ અને કમાલ હતે. શરીરે સાવ કૃશ હતો અને તેના કપડાના પણ કંઈ ઠેકાણું ન હતા. ' ' આ સાંભળી ભીમસેનની આંખમાં આંસુ આવી ગયાં. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust