________________ 258 ભીમસેન ચરિત્ર સુવર્ણથાળમાં આરતીની પવિત્ર તરેખાઓ ટમટમી રહી હતી. એ સુવાસ ને એ જોત રેખાઓના પ્રકાશથી તેનું સુકુમાર ને નમણું સૌદર્ય ઔર દીપી રહ્યું હતું. ભીમસેને રાજઉંબરે પગ મૂકે કે તરત જ સુશીલાએ અક્ષત ને પુખેથી વધાવ્યું. તેની આરતી ઉતારી. અને પોતે પતિના ચરણમાં પડી ભાવથી નમસ્કાર કર્યા. નમસ્કાર કરતાં સુશીલાની આંખમાંથી આંસુ સરી પડયાં. ને ભીમસેનના પગ ભીંજાવા લાગ્યા. ભીમસેન પણ ભાવવિવળ બની ગયો હતો. સુશીલાનું આ રીતે મિલન થયેલું જોઈ તેની આંખમાંથી પણ પ્રેમાકુ વહી રહ્યાં હતાં અને સુશીલાના કેશકલાપ ઉપર પડીને એ આંસુએ ટપટપ તૂટી પડતાં હતાં. “અખંડ સૌભાગ્યવતી હ.” આનંદથી રુધાયેલા અવાજે, સુશીલાના માથા ઉપર હાથ મૂકી ભીમસેને આશીર્વાદ આપ્યા. સુશીલા બાજુ ઉપર સરી ગઈ. ભીમસેન આગળ વ. દેવસેન અને કેતુસેન મામા.. બોલતાં ખુશીલાને વળગી પડયાં. અપૂર્વ વાત્સલ્યથી સુશીલાએ બંને બાળકોને પિતાની છાતી સરસા ચાંપી દીધાં. બાળકો, માત પિતા બંનેને સાથે જોઈ આનંદમાં આવી ગયા. અને એ ત્રણેય ભીમસેનની પાછળ પાછળ રાજમહેલમાં આવ્યાં. વિજયસેનના રાજમહેલમાં ઉત્સવ થઈ ગચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust