________________ 262 ભીમસેન ચરિત્ર ઝવેરીએ ફેરવી ફેરવીને એક એક અલંકાર જે. તેનું મન શંકામાં પડી ગયું. આ અલંકાર આ પરદેશના નથી. સામાન્ય કે અસામાન્ય પ્રજાજનનું ગજ નથી કે આવા અલંકાર પિતા માટે એ ઘડાવે. આવા અલંકારો તો રાજા ને તેના પરિવારના જ હોય. અને અલંકાર ઉપરની રાજ મુદ્રા જોઈ તેની આ શંકા દઢ થઈ. તેણે પરદેશીને કહ્યું!“તમે અહીં ડીવાર બેસે. ત્યાં સુધીમાં હું એની કિંમતના દામ લઈને આવું છું.’ પરદેશીને બેસાડી ઝવેરી ઉતાવળે મારી પાસે આવ્યો. બધી વિગત જણાવી. મેં સુભટે મોકલીને તેને કેદ કરાવ્યું. ને મારી પાસે હાજર કરાવી તેને બધી વિગત પૂછી. પ્રથમ તે કંઈવાર સુધી તેણે એક જ વાત ગોખ્યા કરી. આ અલંકાર મારા જ છે. મેં એ અલંકાર જાતે જોયા. સુચનાએ પણ તે જોયાં. તેના ઉપર રાજગૃહીની મુદ્રા હતી. વળી સુચનાના જેવા અલંકારો હતા તેવા જ અલંકાર એ હતાં. અમે અનુમાનથી પછી નક્કી કર્યું કે આ અલંકાર તમારાં જ છે. ને તમારી પાસેથી એ પરદેશીએ ગમે તેમ ચોરી લીધા છે. બસ એ પછી મેં તેને બંદીખાનામાં નખાવ્યું. અને એ તમામ અલંકારે સુચનાને સાચવવા આપી દીધાં.” “મોટીબેન ! લે તમારા આ અલંકારે. છે જ ને એ તમારાં ?' વિજયસેન વાત પૂરી કરે ત્યાં જ સુલોચના અલકાર લઈને આવી પહોંચી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust