________________ 268 ભીમસેન ચરિત્ર જરૂર. એ માટે તમારે મારી આજ્ઞા લેવાની હોય જ નહિ. ખુશીથી તમે તમારે જે કહેવું હોય તે કહો.' વિજયસેને સંમતિ આપી. વિજયસેન ! આ નગરમાં હ ત્યારે આવ્યા ત્યારે પરદેશી હતો. તે સમયે આ શેઠે જ મને આશરો આ હતો. શેઠે તો માનવતાનું કામ કર્યું હતું. તેમનાથી બને તે તમામ રીતે મને તેમણે સુખ અને સગવડ આપ્યાં હતાં. મારા ઉપર તેમને ઘણે ઉપકાર છે. અલબત્ત, શેઠાણીએ ન કરવાનું ઘણું કર્યું છે, ન બેલાય તેવું એ બોલ્યા છે. એ તેમના સ્વભાવનો દેષ છે. - મૃત્યુ દંડ કરવાથી તેમનું જ મૃત્યુ થશે. જરૂર તે તેમના ખરાબ સ્વભાવને નાશ કરવાની છે. આપણે રાજમાંથી અપરાધ અને પાપને નિર્મૂળ કરવા છે. માણસને દેહાંત દંડની સજા કરવાથી તો માણસ જ ઓછા થશે. મને લાગે છે અને હું જોઈ રહ્યો છું કે હવે તેમને આત્મા ઘણે જ હળવે બન્યું છે. પાપના પસ્તાવાથી તેમનું જિગર હરહંમેશ બળી રહ્યું છે. કરેલા અપકૃત્યેનો તેમને બળાપ થઈ રહ્યો છે. વળી આ કંઈ રીઢા ગુનેગાર નથી. અપરાધ કર એ તેમના સ્વભાવમાં નથી. ખાનદાન માણસ છે. તેમને કેદ કરવાથી જ તેમને બધી શિક્ષા મળી ગઈ છે. કારણ ખાનદાન માણસ માટે પ્રતિષ્ઠા ચાલી જવી, એ મોત કરતાં વધુ ભયંકર છે. આવા માણસો પ્રતિષ્ઠાથી જ જીવતાં હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust