________________ 266 ભીમસેન ચારિત્ર વ્હાલથી રમાડતા હતા. જે જોઈએ તે તેમને મળી રહેતું હતું. માત પિતા પણ તેમની પાસે હતાં. તેમના માટે હવે તેમને કઈ ફરિયાદ ન હતી. થાડા સમયમાં આરામ, આનંદ અને ઔષધિઓએ ભીમસેનના પરિવાર પર અસર કરવા માંડી. તેમના દેહના રંગ બદલાવા માંડશે. કૃશ કાયામાં લેહી ભરાવા લાગ્યું તૂટતાં હાડકાઓમાં બળ પૂરાવા લાગ્યું. આંખમાં ચમક આવી. ગાલ પર સરખી આવી. ફિકકી અને નિસ્તેજ ચામડીમાં સૌન્દર્ય ઉભરાવા લાગ્યું. સૌનાં શરીર ચેતનથી થનગનવા લાગ્યાં. - વિજયસેને એ અરસામાં રાજકાજ શરૂ કરી દીધું. એક દિવસે તેણે રાજ દરબાર ભર્યો. એ દિવસે તેણે ભીમસેનને અમાનુષી રીતે ત્રાસ આપનાર ભદ્રા શેઠાણી, લક્ષમીપતિ શેઠ તેમજ ભીમસેનના અલંકારો ચોરી જનાર ચોરને શિક્ષા કરવાનું નકકી કર્યું હતું. - રાજદરબાર એ દિવસે હકડેઠઠ ભરાયે હતો. સમય થતાં વિજયસેન અને ભીમસેન રાજદરબારમાં આવ્યા. પ્રતિહારીએ બંનેની છડી પોકારી. પ્રજાજનોએ બંનેને જયનાદ કર્યો. અને બંને સાદ્ર ભાઈએ પિત પિતાના સિંહાસન ઉપર બેઠા. રાજદરબારનું કામકાજ શરૂ થયું. વિજયસેને લક્ષમીપતિ અને ભદ્રા શેડાણને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. સુભટો બંનેને લઈને દરબારમાં હાજર થયા. બંનેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust