________________ મહાસની સુશીલા 265 હું સમજુ છું, પણ એ ચિંતા વ્યર્થ છે. તપના પ્રભાવથી બધું જ સારું થઈ જશે.” ભીમસેને વિજયસેનનું કહેવું ન માન્યું. તેમ કરવું એ તેના આત્માને રુચ્યું નહિ. વિજયસેને 5) એ પછી કંઈ આગ્રહ કર્યો નહિ. તપના પહેલા જ દિવસે ભીમસેને જીવનમાં કદીય શાંતિ નહોતી અનુભવી તેવી શાંતિ અનુભવી. તેની તમામ માનસિક વેદનાઓ શાંત પડી ગઈ. બળતા જીગરે ટાઢક અનુભવી. આયંબિલનાં લુખાં ને શુષ્ક ભજનમાં પણ અપૂર્વ મીઠાશ આવી. પ્રભુ-પૂજા અને પ્રતિક્રમણ વગેરે કરતાં તેને આત્મા આનંદી ઊઠયા. સુશીલા, દેવસેન અને કેતુસેનની વિજયસેને ખૂબ જ માવજત કરાવવા માંડી. રાજૌદ પાસે તેમના આરોગ્યનું નિદાન કરાવ્યું. રાજવૈદોએ ખરલમાં જડીબુટ્ટીઓ અને વનસ્પતિ વગેરે ઘૂંટીને તેઓની સારવાર કરી. - આ ત્રણેયને હવે કોઈ જ ચિંતા ન હતી. સંપૂર્ણ આરામ હતું. સુખની નિંદ હતી. પેટ ભરપૂર ખાવાનું હતું. અને નચિંત મન હતું. સુશીલાને બેન બનેવીને પ્રેમ પણ ભરપુર હતો. ભીમસેન હવે તેની સાથે જ હતો. વિરોગનું કોઈ દુઃખ ન હતું. બાળકો પણ પિતા સાથે રહેતાં હતાં. ને તેમની બાળ રાજ રમતોમાં મશગુલ હતાં. પતિ અને પુત્રોને સુખી ને સ્વસ્થ જોઈ તે પણ આનંદમાં રહેવા લાગી. દેવસેન અને કે તુસેન પણ માસાના રાજમહેલમાં ભળી ગયાં હતાં. હવે તેમને કઈ બીક રહી ન હતી. સૌ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust