________________ 254 ભીમસેન ચરિત્ર બરબાદ થઈ ગયે છું. અરેરે ! તને કેટલું બધું દુઃખ આપ્યું ! તારી સાથે હું દગો રમ્યો, તેનું હું આ ફળ ભેગવી રહ્યો છું.” મહાનુભાવ! તું મને ક્ષમા કર. મને મારા એ પાપને ખૂબ જ પસ્તાવો થાય છે. મારું અંતર રોજ રડે છે, સુજ્ઞ! મેં રસ લઈ લીધે, ને વિધાતાએ મારી આંખ લઈ લીધી. મારા પાપને બદલે મને આજ ભવમાં મળી ગયે. હું રેજ તારી પ્રતીક્ષા કરતો હતો. પણ મને અંધને તારા દર્શન ક્યાંથી થાય? - આજ તું મળી ગયો છે તે ભાઈ! મારા એ અપરાધને ક્ષમા કર. મેં સાધુ થઈને શેતાનનું કામ કર્યું છે. દ્રવ્યની લાલચમાં લલચાઈને તારા જેવા નિર્દોષની અનેક આશાએનું મેં ખૂન કર્યું છે. મહાભાગ! તું એ રસનો સ્વીકાર કર, ને મારા એ બેજને હળ કર.” સિદ્ધ પુરૂષે રડતાં રડતાં પિતાનો પસ્તાવો કર્યો. અને ભીમસેનના પગે પડશે. ભીમસેનને દયા આવી ગઈ. સિદ્ધપુરુષની આંખો ચાલી ગઈ હોવાથી તેનું હયું કરૂણાથી છલકાઈ ગયું. તેણે પ્રેમથી સિદ્ધપુરૂષને ઊભા કર્યા. પિતાની છાતી સરસા ચાંપ્યા, અને અનુકંપાથી કીધું : ' “મહાત્મન ! એ સઘળું વિસરી જાવ. બનવાનું હતું તે બની ગયું. તમારું અંતર પાપના પસ્તાવાથી રડી રહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust