________________ ભાગ્ય પશે 255 છે એ જ ઘણું છે. હૈયાનો ભડભડ બળતો પસ્તા જ તમારા જીવનને સુખી કરશે. કલંક્તિ બનેલા તમારા આત્માને વિશુદ્ધ કરશે. તમે તે સિદ્ધપુરૂષ છે, જ્ઞાની છો. તમને વિશેષ હું શું કહી શકું ? છતાં ય મારા લાયક કંઈ સેવા હોય તે ફરમાવે. - “ભીમસેન ! તારી ઉદારતાને ધન્ય છે! તું તો હૈયું વિશાળ રાખી છૂટી ગયે. પણ મારી શી ગતિ થશે ? તું તારે એ ભાગ સ્વીકારી લે. અને મને એ પાપમાંથી મુક્ત કર. સિદ્ધપુરૂષે સવર્ણરસથી ભરેલાં તુંબડાં આપવા માટે આગ્રહ કર્યો. “જેવી મહાત્મન ! આપની ઇચ્છા.” ભીમસેને સિદ્ધપુરૂષના આગ્રહનો સ્વીકાર કર્યો. એ જ પળે સિદ્ધપુરુષની આંખમાં અજવાળું થયું. નજર આગળ બંધાયેલાં આવરણે તૂટી ગયાં. અંધત્વ નાશ પામ્યું. સિદ્ધપુરુષે આંખ પટપટાવીને જોયું, તો સામે રાજ મુગટમાં શુભતાં વિજયસેન અને ભીમસેન તેમજ અન્ય સમુહ પિતાની સામે ઊભો હતો. સિદ્ધપુરૂષના હર્ષની સીમા ન રહી. પિતાનું અંધત્વ ચાલી ગયું જોઈ તેનો આત્મા આનંદથી નૃત્ય કરવા લાગ્યું. તે ફરીથી ભીમસેનને પગે પડ્યો. તેના ચરણ પકડી વારંવાર ક્ષમા માંગી અને ઉપકાર માન્ય. ભીમસેનને પણ નવાઈ લાગી. તેણે કહ્યું : “મહાત્મન ! આ બધે જ કર્મને પ્રતાપ છે. તમારા અશુભ કર્મના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust