________________ 248 ભીમસેન ચરિત્ર ‘મહારાણું એવી શી જરૂર છે? હમણું જ તેને હું અહીં બોલાવી હાજર કરું છું.” નગરશેઠે કીધું. ના, નગરશેઠ! ના. પિતાની મોટીબેનને હુકમ ન કરાય. તેમની પાસે તો મારે જ જવું જોઈએ. તમે ઉતાવળ કરો. તેમના દર્શન વિના મારુ હૈયુ મુંઝાઈ રહ્યું છે?” સુચનાઓ અધકચરી સ્પષ્ટતા કરી. સુશીલા તમારી મોટીબહેન ના, હોય.” નગરશેઠે આશ્ચર્યથી કીધું. હા, નગરશેઠ! એ સત્ય છે. સુશીલાબેન કર્મની લીલાનો ભંગ બન્યાં છે. એ મારા મોટીબેન છે. મારા બનેવી પણ આ નગરમાં જ છે. ને તેમને લઈ તમારા મહારાજા રાજમહેલ તરફ જઈ રહ્યા છે. હું પણ મારી મોટીબેનને રાજમહેલે તેડી જવા આવી છું.” નગરશેઠ તે આ સ્પષ્ટતા સાંભળી આશ્ચર્યચકિત બની ગયા. તરત જ ઉતાવળ મહારાણી સુચનાને લઈ જ્યાં સુશીલા કામ કરતાં હતાં, ત્યાં આવીને ઊભા રહ્યા. સુશીલા ત્યારે વાસણ માંજી રહી હતી. તેના મસ્તક ઉપર લાજ ઢાંકેલી હતી. છતાંય પરસેવાથી નીતરતું તેનું કપાળ ને ગૌર મુખ સ્પષ્ટ દેખાતું હતું. સુશીલાને જોતાં જ સુચનાએ દોટ મૂકી ને બોલી : મે.....ટી.બે.....ન...” આ સાંભળતાં જ સુશીલા એકદમ ઊભી થઈ ગઈ. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust