________________ ભાગ્ય પલટો - 251 - “શેઠ ! આપનો ઉપકાર હું કદી નહિ ભૂલું. આપે મને જે આ થોડે ઘણે સહારો ન આ હોત, તો મારા બાળકનું શું થાત? ખરેખર! તમારી ઉદારતાને ધન્ય છે. હવે આપ રજા આપે હું મારી બેન સાથે જાઉં.” વિનયથી સુશીલાએ નગરશેઠની રજા માંગી. - “અરે, અરે ! આપ આ શું કરો છે ! વંદનના અધિકારી તો આપે છે. એમ કરીને મને વધુ શરમમાં ન નાંખે. મેં તે આપનો અક્ષમ્ય અપરાધ કર્યો છે. મને ક્ષમા કરો મા ! ક્ષમા કરો.” નગરશેઠે પસ્તાવાથી કીધું. “એવું ન બોલે નગરશેઠ ! એવું ન બોલે. અપરાધ તે માટે જ છે, કે મેં પૂર્વભવે કંઈ અશુભ પાપાચરણ કર્યું હશે એ પાપને બદલે આજ હું વાળી રહી છું. તમે તે મારા દુઃખને હળવું કર્યું છે. અને હું તમારે ત્યાં રંક બનીને આવી હતી, રાણીમા રૂપમાં નહોતી આવી. આથી તમારે પસ્તાવાની કોઈ જ જરૂર નથી. બસ, તમે મને સુખેથી રજા આપો. એટલે હું વિદાય લઉં.” સુશીલાએ નગરશેઠને સાંત્વન આપ્યું. નગરશેઠે બંને રાજરાણીઓની ભક્તિ કરી. નજરાણું ધયું અને અત્યંત આદરથી બંનેને પાલખીમાં બેસાડી આવી વિદાય આપી. પાલખી રાજમહેલ તરફ જવા રવાના થઈ. ભીમસેંન અને વિજયસેન પણ કુમારે સાથે રાજમહેલ તરફ આવી રહ્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust