________________ ભાગ્ય પદ્ય 247 નગરશેઠ અને નગરશેઠાણ હાંફળાં ફાંફળા થઈ ગયાં. તેમના સત્કાર માટે તેઓ હાથ જોડીને ઊભાં રહ્યાં. અને અત્યંત આદર ભાવથી સુચનાને પોતાની હવેલીમાં લાવ્યા. રાણી મા ! આજ આપ આ તરફ પધાર્યા? મને સંદેશ મોકલ્યું હોત તો હું પિતે આપની સેવામાં હાજર થઈ જાત. આપે શા સારુ આટલે શ્રમ વેઠ ? ? નગરશેઠે વિનય કર્યો. નગરશેઠ ! આપને ત્યાં સુશીલા નામે કોઈ સ્ત્રી કામ કરે છે ?" મહારાણએ સીધે જ પ્રશ્ન કર્યો. “હા. છેલ્લા એક માસથી એ સ્ત્રી મારી હવેલીની સાફ સુફીનું કામ કરે છે. વાસણ અને કપડાં પણ તે જ ધુએ છે. ઘણી જ ભલી બાઈ છે. કોઈ ઊંચા ખાનદાનની એ લાગે છે. પણ નસીબના વાંકે આજ આ દશા ભગવતી હોય તેમ લાગે છે ! નગરશેઠે વિગતથી ખુલાસો કર્યો. સુલોચનાનું અંતર ચીરાઈ ગયું. પિતા ની મોટી બેનની આ અવદશા? હું રાજરાણીનું સુખ ભેગવું ને એ ઘર ઘરનાં ઠામ માંજે ? અરરર બિચારી ! કેવાં દુઃખ ભેગવી રહી છે! આ વિચારમાં તેની આંખે આંસુથી છલકાઈ ઊઠી. અરે ! આપની આંખમાં આંસુ ? આપ ૨ડી કેમ રહ્યાં છે ? શું એ દાસીએ કંઈ આપનું ખરાબ કર્યું છે?” નગરશેઠને કંઈ ખબર ન હોવાથી પૂછયું. , “નગરશેઠ! તમે મને જલદી તેમની પાસે લઈ જાવ.” અધીરાઈથી સુચનાએ કીધું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust