________________ 196 ભીમસેન ચરિત્ર છે. માણેક છે. અમારી સાથે તું પણ એ ખાણોમાંથી તે શેધી કાઢવા મહેનત કરજે. ખાજે–પીજે અને રહેજે અમારી સાથે જ. આપણું કામ સફળ થશે એટલે તને પણ હું, તુ તારું કાયમ માટે દળદર ફેડી શકે તેટલું મહેનતાણું આપીશ. માટે ભાઈ! તું એ માટે ચિંતા ન કર. પ્રભુનું નામ લઈ અત્યારથી જ તું અમારી સાથે ચાલ.” શેઠે સક્રિય આશ્વાસન આપ્યું. ભીમસેન એ રાતે શેઠના તંબુમાં જ સૂઈ ગ. સરસ મજાના ખાટલા ઉપર સુંવાળું સુંવાળું અને પિચુ પિચુ ગાદલું પાથરેલું હતું. માથાને ટેકવવા એવા જ મજાના બે ઓશીકાં હતાં. ઓઢવા માટે રજાઈ હતી. અને તંબુના ઉપરના છિદ્રોમાંથી ચંદ્રનાં કિરણો અમૃતધારા રેલાવી રહ્યાં હતાં. ઘણા બધા સમયે સૂવા માટે આ રીતની સગવડ ભીમ સેનને મળી હતી. શરીર લંબાવતા જ તેને રાહત થઈ દુઃખતાં હાડકાંઓને આરામ મળે. અને ચંદ્રને નીરખતે એ વિચારે ચડી ગયે. વિચારમાં તેને સુશીલા અને બાળકો ની યાદ પણ આવી. એઓ શું આ રીતે સૂતાં હશે ? ના. ના. આવું સુખ કયાંથી મળે તેઓને ? મારી નજરે તે તેને મે જોયાં છે. બિચારાં! કેવી કંગાળ હાલતમાં જીવતાં હતાં. અંગે અર્ધા ભાગનાં બધાં ઉઘાડાં હતાં. અને ઠંડીથી દૂક રહ્યાં હતાં. તેઓ એવાં દુઃખમાં સબડતાં હોય અને મારાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust