________________ વિધાતા ! આમ કયાં સુધી ? 219 હતો ? શા માટે હું આ ભિખારી ભીમસેનને મારે આ મહામૂલે સુવર્ણ રસ આપી દઉ? મહેનત બધી મેં કરી અને તેનું ફળ આ રંકને આપવાથી ફાયદે શું ? આવા રંક ને દીન તો આ જગતમાં ઘણું રઝળે છે. સૌ સૌના કર્મ ભેગવે છે. મારા પુણ્યથી આજ મને આ સુવર્ણ રસ મળે છે. એ પુણ્યને ભાગીદાર હું આ ભીમસેનને શા માટે બનાવું? નહિ, મારે તેને કઈ પણ યુક્તિ કરીને દૂર કરે જોઈએ. આમ વિચારીને સાધુ એ એક આખી જના વિચારી નાંખી, તે અનુસાર ભીમસેનને તેણે નગરમાં ધકેલી દીધો. અને પોતે ત્યાંથી ઝડપથી પલાયન થઈ ગયો. - ભીમસેને નગરમાં જઈ સુંદર પકવાન લીધાં. ફરસાણ ખરીદ્યાં. ફળ પણ ડાં લીધાં. અને ઉતાવળથી એ યક્ષમંદિર આગળ પાછો ફર્યો. - મીઠાઈ, ફરસાણ ને ફળ વગેરેને એક જગાએ મૂક્યાં. અને સાધુને જોવા માટે મંદિરમાં ગયે. ત્યાં સાધુ નહોતા. ગર્ભદ્વારમાં જોયું. ત્યાં પણ નહોતા. ફરી એકવાર આખું મંદિર જઈ વ. બહાર આવી બૂમ મારી: “મહાત્મન ! 'મહાત્મન !" . . . - કે ઈ જ અવાજ ન સંભળા. પિતાના જ શબ્દને પ્રતિષ તેને સાંભળવા મળે. ભીમસેન હાંફળા ફાંફળે થિઈ ગયે. તેને દુનિયા ફરતી લાગી. હૈયુ બેસતું લાગ્યું. આંખે અંધારાં આવવા લાગ્યાં. મહામુશીબતે તેણે સ્વસ્થતા જાળવી રાખી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust