________________ વિધાતા ! આમ ક્યાં સુધી ? 217 - આ બે તો ભડવીર હતા. તેમાંય સ્વાર્થ માટે સાહસ કરવા નીકળ્યા હતા. ડર રાખે તેમને કેમ પાલવે ? જંગલી સાપ, નાગ, ચામાચિડિયા વગેરેથી બચતા ને તેનાથી સાવધ બની તેઓ એક કુંડ આગળ અટકયા. કુંડમાં ચળકાટ મારતો રસ ઉકળી રહ્યો હતો. તે એટલે બધે ગરમ હતો કે દૂર સુધી તેની અગનઝાળ લાગતી હતી. સાધુએ દૂરથી જ કંઈક મંત્રનો જાપ કર્યો. ભીમસેનને આંખો બંધ કરવા કહ્યું. જાપ પૂરો કરીને સાધુએ કહ્યું. * સ્વાહા, સ્વાહા. ભીમસેને પણ સૂચના મુજબ એ શબ્દનું બે વાર પુનરાવર્તન કર્યું. અગનઝાળ શીતળ લાગવા માંડી. સાધુએ બે ખાલી તું બડાં કુડમાં બન્યાં, ગડડડ ગડરાડ અવાજ થશે. એ સાથે જ ભીમસેને તેમાં તેલની ધાર ભેળવી. સાધુએ કંઈક મંત્રોચ્ચાર કર્યો. ફરી છે સ્વાહાનો સાત વાર બંનેએ નાદ કર્યો, અને ચારે તુંબડાં ભરીને બંને ગુફા બહાર આવ્યા. વીર ભીમસેન ! આ તુંબડાંઓમાં સુવર્ણરસ છે. તેનું એક ટીપું લે ખંડ પર પડતાં જ આખુંય લોખંડ સુવર્ણમાં બદલાઈ જશે. વરની મહેનત બાદ મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તને હું સિદ્ધિ નહિ પણ આમાંથી એક તુંબડું આપું છું. તેને તું સદુપયોગ કરજે. તેનાથી તારી નિધનતાનો અંત આવશે.” સાધુએ ભીમસેન ઉપર કરુણા લાવીને કહ્યું. ' “મહાત્મન ! આપની કરુણ અપરંપાર છે. આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust