________________ 242 ભીમસેન ચરિત્ર વિજયસેને કાન સરવા કર્યા. તેને પણ એ રુદન સંભળાયું. તરત જ બંનેએ એ તરફ દોટ મૂકી. કેતુસેન... દેવસેન... કેતુસેન... દેવસેન...” ભીમ સેને દોડતાં દેડતાં સંતાનને બૂમ મારી. ' આ બૂમ દૂરથી સાંભળી, ભોંય ઉપર ઊંધે માથે રડતા કેતુસેનને જોઈ દેવસેને કહ્યું : કેતુ! એય કેતુ ! જે પિતાજી આપણને બોલાવી રહ્યા છે. ઊઠ, ઊભો થા !" કયાં છે પિતાજી! તમે તો જહું બોલે છે. કેતુસેને ૨ડતાં રડતાં કીધું. ના, કેતુ! તું જે સાંભળ. હું જરાયે અસત્ય નથી બોલતો.” . . . કેતુસેને ઊભા થઈ કાન સરવા કર્યા.. કેતુસેન. દેવસેન કેતુસેન દેવસેન.” ભીમસેનને સાદ નજદીક આવતો ગ. કેતુસેન એકદમ ઊભો થઈ ગયો. દેવસેન તે ઊભો જ હતા. બંને એક ખૂણામાંથી દડતા બહાર આવ્યા. અને બોલવા લાગ્યા. ' પિ...તા.જી... પિતા ... .." ભીમસેન સામે જવાબ આપ્યો : “બેટા... કેતુસેન, બેટા... દેવસેન...” પોતાના પિતાને જ સાદ છે આ તે, એમ બંનેને ' થા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust