________________ 244 ભીમસેન ચરિત્ર જાણે છે જ નહિ જેવા છે. લોહી નથી. માંસ નથી. હાડકાને જીવતો માળે જાણે ઘૂમી રહ્યો છે. : અરરર ! ન જાણે આ બાળકો કેટલા દિવસના ભૂખ્યાં હશે ! કેટલા ય દિવસોથી આ સમારોએ નિરાંતની ઊંઘ પણ નહિ લીધી હોય ! અરે વિધાતા ! કોઈ તને ન મળ્યું, તે તે આ માસુમ ફૂલે ઉપર તાપ ત્રાટકો ? ભીમસેન પણ એવા જ ભાવ અનુભવતો હતો. સાથે આવેલ પરિવાર પણ રાજકુમારને જોઈ કરૂણાથી રડતો હતો. પિતાજી! પિતાજી ! તમે કયાં હતા? તમારા વિના અમારી કેવી દશા થઈ ગઈ છે? બિચારી મા તો રોજ રડી રડીને અધીર થઈ ગઈ છે !" દેવસેને કીધું. પિતાજી! હવે તો તમે અમને મૂકી નહિ જતા રહે ને ? પિતાજી! હવે તો તમે અમને રોજ ખાવા આપશો. ને? અમને ભૂખે નહિ મારે ને? અમારાથી હવે આ ભૂખ નથી સહન થતી પિતાજી!” કેતસેને જોરથી ભીમસેનની છાતીએ દબાતાં કહ્યું. નહિ જઉ બેટા ! હે. હવે તમને મૂકી કદી નહિ જઉ! તમને રોજ સારું સારું ખાવાનું ખવડાવીશ. રમવા રમકડાં પણ લાવી આપીશ. ને ખૂબ આરામ ને આનંદથી તમને રાખીશ હાં...” ભીમસેને આંસુ લૂછતાં લૂછતાં કીધું. બેટા દેવસેન ! તમારા માતુશ્રી કયાં છે?” વિજયસેને પૂછયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust