________________ ભાગ્ય પલટો 243 નક્કી થઈ ગયું. ને બંનેય ઉતાવળ ભીમસેન પાસે પહોંચવા દોડી ગયા. - ભીમસેન પણ દોડતો હતો. સામેથી બંને કુમારે દોડી રહ્યા હતા. પિતા-પુત્રે સામ સામી દિશાઓમાંથી દોડતા એક થવા તડપી રહ્યા હતા. ત્યાં “ઓ...મારે” ચીસ પાડતો કેતુસેન ગઠીમડું ખાઈને પડી ગયો. દેવસેન તરત જ અટકી ગયે. એ જ સમયે વિજયસેન અને ભીમસેન ત્યાં આવી પહોંચ્યા. ભીમસેને કેતુસેનને ઉંચકી લીધું. તેના ગાલે કપાળે ચુમીઓને વરસાદ વરસાવી દીધો. દેવસેનને પણ વહાલથી બાથમાં લી . તેને બરડે પંપાળ્યો. તેના પણ ગાલે ને કપાળે ચુમીઓ ભરી. પુત્રને જોઈ ભીમસેનની આંખમાંથી ચોધાર આંસુ સરી પડયાં. તેના ગળે ડૂમો ભરાઈ આવ્યું. વિજયસેનની - આખો પણ સજળ બની. તેનું હૈયું પિતા-પુત્રનું મિલન જોઈ એક પળ આનંદ અનુભવતું હતું. તો બીજી જ પળે પુત્રના દિદાર જઈ તેનું અંતર કકળી ઊઠતું હતું. શુ આ રાજકુમાર છે! રાજગૃહીના આ રાજવંશે છે? કયાં છે, એ રાજ તેજ? કયાં છે એ રાજવી પ્રભ ? અહાહા ! કેવા થઈ ગયા છે આ ફૂલ જેવા સંતાને ! આંખમાં તેજ નથી. ગાલે ઉપર સુરખી નથી. હાથમાં કૌવત નથી. પગમાં ચેતન નથી. છાતીમાં હામ નથી. કપડાં, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust