________________ પ્રાચાર્યશ્રીને આત્મસ્પર્શ રર૭ તરત જ તે નીચે ઉતર્યા અને ભીમસેનને આત્મહત્યાના મહાપાતકમાંથી ઉગારવા તેની સમીપ આવીને ઊભા રહ્યા. અને બોલ્યા : “ધ........લા...ભ.” - પૂજ્ય આચાર્ય ભગવંત જ્ઞાની હતા. ભીમસેનને તે ઓળખી ગયા. બોલ્યા: “ભીમસેન ! તું આ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરીને અનન્તા ભવ બગાડવા બેઠે છે ? રાજન! તું તો સુજ્ઞ છે. તું જાણે છે કે દુઃખ અને સુખ તો બધા કર્માધીન છે. અશુભ કર્મોનાં ઉદયથી દુઃખ આવે છે. શુભ કર્મોના ઉદયથી સુખ આવે છે. જીવનને અકાળે અંત આણને જે કર્મોનો ક્ષય થઈ જતું હોય તો કર્યો જીવ જીવવાનું પસંદ કરે? * ભીમસેન ! તું તો ભવ્યાત્મા છે. પૂર્વનું પુણ્યના બળે તને જૈન શાસન મળ્યું છે. વીતરાગ પ્રભુને તને ધર્મ મળ્યો છે. એ ધર્મ પામીને પણ તું શું આ રીતે વતી રહ્યો છે ? . . . આત્માને જાગ્રત કર રાજ! આવી પડેલાં દુઃખોને સમભાવે સહન કર. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કર. એ ધ્યાનથી તો દુઃખે ઘટવાને બદલે વધતાં જ જશે. કર્મોનાં આવરણ જાડાં બનતાં જશે અને તેમાં આત્મા તો કયાંય ઊંડે ઢબૂરાઈ જશે. માટે એવું અકૃત્ય તું ન કર ! શુભ ધ્યાન ધર. કર્મોને ભેગવતાં ભેગવતાં પણ કર્મની નિર્જ કરે. વિચાર કર. આ જે દુખો તને પડી રહ્યાં છે તે તને નહિ તારા દેહને પડી રહ્યાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust