________________ આચાર્યશ્રીને આત્મસ્પર્શ રર૫ મળે? હું તો આ નિર્જનતામાં ઊભો છું. એવા ગીની તો કેઈ શક્યતા નથી. તો શું મારે અવતાર એમના દર્શન વિના એળે જ જશે ? હે વિધાતા ! આજ સુધી મેં તારી પાસે સુખ ને સંપત્તિ માંગી છે. તેના બદલે તે મને દુઃખ ને વેદના જ આપી છે. તો પણ મેં તેને હસતા હસતા સ્વીકાર્યા છે. આજ મરણ પણ એ જ રીતે સ્વીકારું છું. મરતા માણસની એક અંતિમ અભિલાષા હે વિધાતા! તું પૂરી ન કરે? આ ઘડીએ મને બસ એક જ ઝંખના છે. જીવનની હવે એક જ કામના રહી છે. ‘વિધાતા ! તું મને સંસારતારક આચાર્ય ભગવંતના દર્શનનું દાન દે !..." આમ અંતરથી ભાવવિહ્વળ બની ભીમસેને પૂર્વ દિશા ભણું માથું નમાવ્યું. ને બે : “પૂજ્ય આચાર્ય ભગવંતને મારા લાખ લાખ નમસ્કાર થાઓ !...." અને જાણે સાક્ષાત્ આચાર્ય ભગવંત જ તેની સામે હોય તેમ તેણે પંચાંગ પ્રણિપાત કર્યા. બે ઘડી સુધી એ જ ભાવમાં તે જમીન ઉપર મસ્તક અડાડીને પડ્યો રહ્યો. ધર્મલાભ” એક શાંત ને શીતળ અવાજ હવામાં ગૂંજી ઊઠે. ભીમસેન એ સાંભળતાં જ આશ્ચર્ય ને આનંદથી એકદમ ઊભો થઈ ગયે. તેના સાશંક મને પૂછયું : “અહીં આચાર્ય ભી, 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust