________________ 238 ભીમસેન ચરિત્ર લઈ આપ રાજગૃહીં છોડી ચાલ્યા ગયા હતા. ત્યાર પછીના કંઈ સમાચારની મને જાણ નથી. અરે ! તમે એકલા કેમ છો? બેન સુશીલા ને કુમાર કયાં છે?” એક સામટા વિજયસેને પ્રેમભીના પ્રશ્નો પૂછી નાંખ્યા. “વિજયસેન ! એ સૌ આ નગરમાં જ છે.” ભીમસેને દબાતા હૈયે કીધું. આ જ નગરમાં? કયાં?’ વિજયસેને આશ્ચર્યથી પૂછ્યું. * ભીમસેને માંડીને બધી વાત કરી. એ વાતના એક એક શબ્દ વિજયસેનનું રુવાડું ઉકળી ઊઠયું. ગુસ્સાથી તેની આંખો લાલચેળ બની ગઈ. તે બોલી ઊઠો : ' એ ભદ્રા ને લક્ષ્મીપતિની આ હિંમત ?" પછી તેણે ત્યાં ઊભેલા સુભટોને ઉદ્દેશીને કહ્યું : ' “સુભટ! હમણાં ને હમણાં જ તમે લક્ષ્મીપતિ શેઠને ત્યાં જાવ. તેમને અને તેમની પત્નીને મુશ્કેટોટ બાંધીને બંદીખાનામાં ધકેલી દે. અને જુઓ ! તેમને ત્યાં રાણી સુશીલા અને બે રાજકુમારે છે. તેઓ સૌને અત્યંત આદર સત્કાર કરીને રાજ દરબારમાં તેડી લાવો.” .. રાજ આજ્ઞા મળતાં જ સુભટો તેનું પાલન કરવા ઘેડે ચડી ગયા અને દબડૂક ડબડૂક દેડતા લક્ષ્મીપતિ શેઠને ત્યાં આવી ઊભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust