________________ આચાર્યશ્રીને આત્મસ્પર્શ 231 ભવ્યાત્માઓ ! આ અખિલ બ્રહ્માંડમાં અતિ દુર્લભ એવું કાંઈ જે હોય તો તે આ માનવભવ જ છે. પૂર્વભવના કોઈ પણ પુણ્યબળે આ ભવ પ્રાપ્ત થાય છે અને આ માનવ જન્મ કંઈ વારંવાર નથી મળતો. એ માટે તે આ ભવમાં સતત જાગૃત રહેવું જોઈએ. આત્માને દરેક પળે સાવધ રાખવો જોઈએ. આમ આ મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. તેમાં ય જૈન કુળમાં જન્મ પામવો, જન્મ પામીને મોક્ષદાતા મુનિ ભગવંતનો સત્સંગ પામવો, તેમની વાણ પામવી, એ વાણી ઉપર શ્રદ્ધા જન્મવી, એ શ્રધ્ધા જમ્યા બાદ તેને અમલ કરે, એ તે મહા મહા અત્યંત દુર્લભ છે. એવું સૌભાગ્ય જેઓને મળ્યું છે તે ખરેખર પુણ્યાત્મા છે. આ ઉત્કૃષ્ટ માનવજન્મ પામીને જેઓ આત્મધર્મનું આરાધન કરતાં નથી, તેઓ આ ભવને એળે ગુમાવે છે. હાથમાં આવેલ ચિંતામણી રત્નને ફેંકી દે છે. ભવ્ય લક્ષ્મી ચંચળ છે. આયુષ્ય ચંચળ છે. સંસારનાં કહેવાતાં સુખ વીજળીના ચમકારા જેવાં ક્ષણિક છે. આવા નાશવંત પદાર્થોની પાછળ જીવનને બરબાદ કરવું એ અજ્ઞાનતા છે, મૂર્ખામી છે. - જ્ઞાની ભગવંતોએ ધર્મહીન પુરુષોને પશુની ઉપમા આપી છે. જેઓ ધર્મનું સેવન કરતાં નથી તેઓ માનવદેહમાં જીવતાં છતાં પણ પશુઓ જ છે. ભો! તમે માનવ બને. માનવને એગ્ય એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust