________________ 234 ભીમસેન ચરિત્ર પક્ષીઓ પણ તમારાં સંતાન જ ગણાય. તેઓનું રક્ષણ અને સંવર્ધન કરજે. નગરમાં ચાલતાં કસાઈખાનાં બંધ કરાવજે. અને જૈન શાસનની વિજયપતાકા ફરફરતી રહે તેવાં ધર્મના કૃત્ય કરજે.” આચાર્યશ્રીએ આદેશ આપે. આપની આજ્ઞા એ જ મારો ધર્મ છે. વિજયસેને મસ્તક નમાવી વિનયથી કીધું'. અન્ય શ્રોતાગણે પણ પિતાની યથાશક્તિ વ્રત નિયમોના પચ્ચકખાણ લીધાં અને સભાજને એક પછી એક વિખરાવા લાગ્યા. આચાર્ય ભગવંતે પણ ગમનની તૈયારી કરી. પોતાની જઘાને તેમણે હસ્તસ્પર્શ કર્યો અને આકાશપંથે ઊડી ગયા. - સૌએ બુલંદ અવાજે ધર્મઘોષસૂરિ મહારાજને જયનાદ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust