________________ 23 : ભાગ્ય પટો ત્રણ ત્રણ વાર સભાજનોએ આચાર્યશ્રીને જયનાદ કર્યો. પણ ભીમસેન તે એ જયનાદથી પર બની ગચો હતો. એ બુલંદ જયઘોષણા તેના કર્ણપટ પર અથડાઈ પણ તેના હોઠ કશું જ ન બેલી શકયા. ભાવ સમાધિમાં એ લીન થઈ ગયે હતો.' ચારિત્ર્ય અને તપના તેજથી ઝળહળતી આચાર્યશ્રીની મુખમુદ્રા જોતાં એ સઘળું ભૌતિક ભાન વિસરી ગયે હતો. ઘણું લાંબા સમયે તેના આત્માએ આવી પરમ શાંતિ અનુભવી હતી. એ શાંતિને તે છેવા માંગતો ન હતો. આત્માની એ અપૂર્વ શાંતિ તેને વદન ઉપર પ્રભાવ પાથરી રહી હતી. આ શાંતિ, દેવેએ પરિધાન કરાવેલાં દિવ્ય વસ્ત્રોને લઈને ઔર પ્રભાવ પાડતી હતી. વ્યાખ્યાનમાં તે સૌથી આગળ બેઠે હતે. તેની બાજુમાં જ વિજ્યસેન રાજા અને અન્ય મંત્રી સમૂહ બેઠે હતે. ભીમસેન પોતે અનહદ ભાવ સમાધિમાં હોઈ તેને આ કશાયને ખ્યાલ ન હતો. દેહથી તે અનુભવ કરી રહ્યો હતો કે પિતાની આસપાસ અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust