________________ 220 ભીમસેન ચરિત્ર મહાત્મન ! કયાં ગયાં હશે? શું તેમની બુદ્ધિ ફરી ગઈ હશે? તેમના દિલમાં પાપ પેઠું હશે? શું અગાઉથી જ તેમણે નકકી કરી રાખ્યું હશે કે મને નગરમાં ભેજનના બહાને મેકલ ને પિતે અહીંથી પલાયન થઈ જવું? - હાય વિધાતા ! તું કેવી ફર રમત મારી જિંદગી સાથે ખેલી રહી છે? જીતની બાજી આજ મારી હારમાં પલટાઈ ગઈ છે. કેટકેટલાં કષ્ટ વેઠીને હું સાધુ સાથે ગયા હતા. મેં ભૂખ નહોતી જોઈ, તરસ નહોતી જોઈ. ટાઢતડકાની પરવા નહોતી કરી. ખૂબ જ એકાગ્ર મને અને પૂરેપૂરી વફાદારીથી મેં એ સિદ્ધાત્માને સાથ આપે હતો. તેને વિધાતા ! શું આ જ બદલે ? મારા પ્રયત્ન ને પ્રામાણિક્તાનું શું આ જ પરિણામ? હે કર્મરાજા ! તમે મારા કયા કર્મોની આજ મને શિક્ષા કરી રહ્યા છે? આ ભવમાં તે મેં ખૂબ જ શુદ્ધ જીવન વીતાવ્યું છે. ન્યાય અને નીતિથી મેં રાજશાસન કર્યું છે. કોઈને પણ કષ્ટ ન પડે તે રીતે હું જ છું. વપત્નીમાં મેં સંતોષ માન્યો છે. પર સ્ત્રીને મેં મારી માબેન ગયાં છે. વ્યસન અને ભભૂકતી વાસનાઓથી હું સદાય દૂર રહ્યો છું. યથાશક્તિ મેં તપ કર્યું છે. સુપાત્ર દાન દીધાં છે. વ્રત નિયમનું પણ તે યથાર્થ ને શુદ્ધપણે પાલન કર્યું છે. તો હે કર્મરાજા! મારી આ અવદશા શા માટે ? આ ભવના કેઈ કર્મનું તે પરિણામ આ નથી જ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust