________________ 222 ભીમસેન ચરિત્ર નહિ...નહિ....હવે ભલે મને કોઈ બચાવવા આવે. હું તેમની કોઈ વાત નહિ માનું. હું મારા પ્રાણ હવે તો છોડીને જ જંપીશ. જીવનના આ અનેક દુઃખ કરતાં તો મરણનું એકવારનું દુઃખ સારું. હવે મારે બસ બીજે કંઈ જ વિચાર નથી કરવો. આજ જિંદગીને મારો છેલ્લો દિવસ બની રહેશે.” ભીમસેને ફરીથી મોતને નિમંત્રણ દીધું. આ તેને ત્રીજીવારનો પ્રયાસ હતો. પહેલાં સાર્થવાહ શેઠે બચાવ્યું હતો. ને તેને રત્નો આપ્યાં હતાં. એ ૨ને ચાલ્યાં ગયાં. ફરી ગળે ફાંસ નાંખે. સાધુએ બચાવ્યો. સુવર્ણ રસની લાલચ આપી. રસ મજે. પણ ભીમસેનના ભાગે એ રસ નહતો. સાધુએ દગો દીધો. ભીમસેન હવે ધીરજ ધરી શકે 1 તેમ ન હતો. તેણે તરત જ વડની વડવાઈઓને ગળા ફરતો પાશ બાંધ્યો. મૃત્યુએ તેના ગળા ફરતી મૂડ પકડી. - અને ભીમસેન જીવનને હવે છેલ્લા છેલ્લા રામ રામ કરવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust