________________ 215 વિધાતા ! આમ ક્યાં સુધી ? મહાનુભાવ! આંખ ખોલે. જુઓ તમને નવજીવન મળ્યું છે. " ભીમસેને થોડીવારે આંખ ખેલી. તેણે જોયું તો તેની સામે એક જટાધારી સાધુ ખુલ્લા દેહે તેની માવજત કરી રહ્યો હતે. તેની છાતી અને બરડે પંપાળી રહ્યો હતો. ભીમસેને નિરાશ સ્વરે પૂછયું : “મહાત્મ! મને શું કરવા ઉગારી લીધું ? મને મરવા જ દે.” મહાનુભાવ! જીવન જેવું જીવન જીવવાનું મૂકીને તું મરવાનું પસંદ કરે છે? લાગે છે તું ઘણે દુઃખી છે. અને દુઃખથી હારીને તું આત્મહત્યા કરી રહ્યો છે. પણ ભેળ ! એમ કરીને તો તું વધુ દુઃખને નોતરી રહ્યો છે. પૂર્વભવના પાપનું ફળ તો તું ભોગવી રહ્યો છે. હવે આ એક વધુ નવું પાપ કરીને શા માટે તું તારા આવતા ભવને પણ બગાડી રહ્યો છે? મૂખ ન બન. સ્વસ્થ થા. આત્મબળ કેળવ. તારા દુઃખની મને વાત કર. મારાથી બનતું તમામ હું એ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ.' - સાધુના માયાળુ આશ્વાસનથી ભીમસેને પોતાની સઘળી વિતક કથા કહી. એ કહેતાં તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં. સાધુની આંખ પણ કરુણાથી ભીની થઈ ગઈ. કંઈ નહિ વત્સ ! હિંમત ન હાર: બનવા કાળે બધું જ બને છે. તેને શોક ન કર. સ્વસ્થ થા. ચાલ, મારી સાથે તું આવ. હું સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવા માટે જઉ છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust