________________ 214 ભીમસેન ચરિ પાશને લઈ ભીમસેનને અસહ્ય વેદના થતી હતી પરંતુ તેની તેણે પરવા ન કરી. ઉલટુ વેદનાને વધુ વધા મૂકી. તેણે શ્વાસ રોકી રાખ્યો. ને મૃત્યુની રાહ જોવા લાગ્યા પણ એ મૃત્યુ ય તેનું વ્હાલું ન બન્યું. એટલે આવેગથી અને આવેશથી તેણે મૃત્યુની ઝંખના કરી તેના બમણ વેગથી મૃત્યુ દૂર ભાગતું ગયું. થોડા સમય સુધી એ અદ્ધર ટીંગાઈ રહ્યો. મૃત્યુની વેદના અનુભવી રહ્યો. ત્યાં જ તે એ ધબ દઈને જમીન ઉપર પડયો. પાશ તૂટી ગયે. પડતાંની સાથે જ તેના મેમાંથી શબ્દો સરી છડયા. અ...રિ...હં.ત.... - મોતને એ પાશ કંઈ એકાએક તટી નહોતો પડશે. ભીમસેન જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી થોડે દૂર એક જટાધારી સાધુ પસાર થઈ રહ્યો હતો. - ભીમસેનને મૃત્યુની રાહ જોતે જોઈ એ ઉતાવળે ત્યાં આવ્યો. પોતાની પાસે રહેલા તીણ ત્રિશૂળથી તેણે વડવાઈઓ ઉપર ઘા કર્યો. અને પાશ તૂટી ગયે. ભીમસેન મત્યુની વાટ જોતો હતો. પણ તેને જીવન જ મળ્યું કે જેનાથી તે ભારોભાર ત્રાસ અનુભવી રહ્યો હતો. - સાધુએ ભીમસેનને ચત્તો સૂવાડેચો. કમંડળમાંથી પાણી છિાંટયું. તેના હાથ પગ દબાવ્યા. પ્રેમથી છાતી પંપાળી. તેના ભીના વદનને કૌપીનથી લૂછી નાંખ્યું. અને હેતાળ અવાજથી પૂછયું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust