________________ 206 ભીમસેન ચરિત્ર આગની ઝાળ લાગતાં જ એ તો સળગી ઊઠયું. જોતજોતામાં એ ઝુંપડી ભકિમભૂત થઈ ગઈ . - સુશીલા ફરી ઘરબાર વિનાની થઈ ગઈ. બાળકો ફરી ઠંડીમાં ધ્રુજવા લાગ્યાં. - આ બધું જોઈ અને અનુભવી સુશીલાનું હૈયું ચીરાઈ જતું હતું. તેનું અંતર આકંદ કરી રહ્યું હતું. તે વારંવાર પોતાના કર્મનો વિચાર કરતી હતી. અને આ સઘળું પિતાના પૂર્વકૃત કર્મોનું જ ફળ છે, તેમ સમજી હિયાને શાંત રાખી, સ્વસ્થ ચિત્તે સમભાવપૂર્વક આ બધું સહન કરતી હતી. ભદ્રાએ તો ઝૂંપડી બાળી નાંખી. થોડી ઘણી જે ઘરવખરી હતી તે પણ તોડી કેડી નાંખી અને જાણે કંઈ જ બન્યું નથી તેમ ઠસ્સાથી ચાલી ગઈ. - આ ઝુંપડી વસ્તીથી ઘણું દૂર હતી. આથી તેને કઈ બચાવનાર પણ ન હતું. ઝુંપડી ખાખ થઈ ગઈ. ભદ્રા ચાલી ગઈ. સુશીલા બાળકોને લઈ નવકાર મંત્રનું રટણ કરતી ત્યાં જ ઘણે સમય સુધી ઊભી રહી. આમ નિષ્ક્રીય ઊભું રહે કયાં સુધી ચાલે? થોડી વારે અંતરની પૂરી સ્વસ્થતા મેળવી સુશીલા કામની શોધમાં જવા લાગી. રહેવા માટે પણ જગાની. તપાસ કરવા લાગી. શોધ કરતા ત્યાંથી થોડે દૂર કિલ્લાના એક જીર્ણ ભાગ આગળ થોડી જગા હતી તે તેણે જોઈ. અને ત્યાં જ તેણે રહેવાનું રાખ્યું. દેવસેનને અને કેતુસેનને ત્યાં બેસાડી એ કામની શોધમાં નીકળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust